બુધવાર, 25 ફેબ્રુઆરી, 2026

શાળા કોલેજ માં પર્યાવરણનો અભ્યાસ અને વ્યવહાર મા એનો અમલ

શાળાઓ અને કોલેજો મા તમામ ધોરણ અને શાખાઓ મા પર્યાવરણ ભણાવવા માં આવે છે. તમામ યુનિવર્સિટી ની શાખાઓ આર્ટ્સ, કોમર્સ, સાયન્સ, એન્જિનિયરિંગ, વગેરે માં પર્યાવરણ નો અભ્યાસ સામેલ કરવામાં આવેલ છે.
છતાં વાસ્તવિક જીવનમાં જોઈએ તો એ અભ્યાસ નો કોઈ અર્થ રહેતો હોય એવું લાગતું નથી. જળ, જમીન, અને વાયુ નું પ્રદુષણ વધતું જાય છે છતા કોઈ વિરોધ નથી. પર્યાવરણ ના અભ્યાસ થી કોઈ જગ્યાએ જાગૃતિ આવી હોય એવું દેખાતું નથી. બહુ ઓછા કીસ્સામાં પર્યાવરણ અંગે જાગૃતિ દેખાય છે.
આપણો અભ્યાસ ફકત પરીક્ષા લક્ષી બની ગયો છે. પાસ થાવ, ટકા લાવો, ડીગ્રી લો, નોકરી ધંધે લાગો. 
આ પરિસ્થિતિ ભવિષ્યમાં ખુબ જ ઘાતક સાબિત થશે એ નિશ્ચિત છે.

ટિપ્પણીઓ નથી:

ટિપ્પણી પોસ્ટ કરો

બોર્ડ ના પરીક્ષાર્થીઓ ને શુભેચ્છાઓ અને વિધાનસભા માં મંત્રી શ્રી નું નિવેદન.

તા. ૨૬/૦૨/૨૦૨૬ ના રોજ શરૂ થયેલ બોર્ડ ની પરીક્ષા માટે વિદ્યાર્થીઓને શુભેચ્છા ઓ પાઠવતા સંદેશાઓથી સોશિયલ મીડિયા ઉભરાઈ ગયું. શાસક પક્ષ અને વિપક્...